લખનઉ: કોરોના વાયરસની સંક્રમિત બોલિવૂડ સિંગર કનિકા કપૂર સામે શુક્રવારે રાતે લખનઉના સરોજીની નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કનિકા પર ડીએમના આદેશના તથ્યો છૂપાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે કનિકા કપૂરની તમામ પાર્ટીઓના તપાસના આદેશ આપ્યાં હતાં. લખનઉના ડીએમ તપાસ કરશે કે કનિકાની પાર્ટીમાં કોણ કોણ સામેલ થયા હતાં? આ પાર્ટીઓ ક્યાં ક્યાં થઈ હતી? રાજ્ય સરકારે 24 કલાકમાં આ તપાસનો રિપોર્ટ પ્રમુખ ગૃહ સચિવને સોંપવાનો આદેશ કર્યો છે.
AIIMS directorનું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં ગમે ત્યારે ઊભી થઈ શકે છે લોક ડાઉનની સ્થિતિ'
CM યોગી એક્શનમાં, મોલ-સ્કૂલ-બજારો બંધ, બોર્ડર પર થશે ચેકિંગ
સિંગર કનિકા કપૂરનો કેસ સામે આવ્યાં બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે અનેક મોટા નિર્ણયો લીધા. યુપીમાં તમામ મોલ્સ બંધ કરવાના આદેશ અપાયા છે. લખનઉ સરોજીની નગર ઉપ જિલ્લાધિકારી પ્રફૂલ્લકુમાર ત્રિપાઠીએ કોરોના વાયરસના કારણે તહસીલની બહાર ખાણી પીણીની દુકાનો બંધ કરવાના આદેશ આપ્યા છે. નાની મોટી દુકાનના માલિકોને કોરોના વાયરસને કારણે કેર કરવાની અપીલ કરી છે.
જુઓ LIVE TV
યુપીના સીએમ યોગીએ કોરોનાને લઈને નિર્દેશ આપ્યા છે કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સાવધાની રાખવાની જરૂર છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કામગીરીમાં જનસહયોગની ભૂમિકા ખુબ જરૂરી છે. ધર્માચાર્યો અને ધર્મગુરુઓને કોરોના વાયરસ પર નિયંત્રણ લાવવા માટે સમાજમાં જાગરૂકતા ફેલાવવાની અપીલ છે. તમામ ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને માંગલિક ગતિવિધિઓ, કાર્યક્રમોને 2 એપ્રિલ 2020 સુધી ટાળો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે